ગુજરાત વિધાન સભાની ચૂંટણી પૂર્વે જ રાજ્ય સરકારે અલાગ-અલગ વિભાગોમાં બદલીનો દોર હાથમાં લીધો છે. ગુજરાતના ગૃહ વિભાગમાં બદલીનો દોર શરુ થયા પૂર્વે જ મહેસૂલ. મામલતદાર સેક્શન ઓફિસર બાદ હવે IAS અધિકારીઓની બદલી થઇ છે. લગભગ 14 જેટલા અધિકારીઓની બદલીમાં આણંદના DDO બી.જી.પ્રજાપતિ, નર્મદાના DDO પી.ડી.પલસાણા, એ જે અસારીની GSDMAના એડી. CEO તરીકે નિયુક્તી, IAS નેહા કુમારી, બોટાદના DDO લલિત નારાયણ સિંઘ સંધુ, IAS શિવાની ગોયલ, અંકીત પન્નુની નર્મદા DDO તરીકે નિયુક્તિ કરાઈ છે.