
લોકપ્રિય ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની ફિલ્મ સંપૂર્ણપણે સ્ત્રી કેન્દ્રિત છે. આ ફિલ્મમાં એક મહિલા ડોનની કહાની છે. મહિલા પ્રધાન ફિલ્મની કહાની કાઠિયાવાડીના એક સામાન્ય પરિવારની છોકરીની આસપાસ ફરે છે.
ગયા વર્ષે ગંગુબાઈના દત્તક પુત્ર બાબુજી રાવજી શાહે ઓથર હુસૈન ઝૈદી, સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટ પર કેસ કર્યો હતો. શાહનો આરોપ હતો કે જ્યારથી ફિલ્મના પોસ્ટર્સ તથા પ્રોમો આવ્યા છે, ત્યારથી માત્ર તેમને જ નહીં, પરંતુ પરિવાર તથા સંબંધીઓને પણ ‘વેશ્યાનો પરિવાર’ કહીને હેરાન કરે છે. બોમ્બે હાઇકોર્ટે ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યૂસર સંજય લીલા ભણસાલી તથા આલિયા ભટ્ટને માનહાનિ કેસમાં રાહત આપી હતી. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ એવું કોઈ તથ્ય મળ્યું નથી કે જે સાબિત કરે કે આરોપ મૂકનાર ગંગુબાઈના પરિવારનો સભ્ય છે.

