CRIME ચેક રિટર્નના બે કેસમાં અદાલતનો કડક હુકમ: બે આરોપીઓને એક-એક વર્ષની કેદ

CRIME ચેક રિટર્નના બે કેસમાં અદાલતનો કડક હુકમ: બે આરોપીઓને એક-એક વર્ષની કેદ

CRIME ચેક પરત ફરવાના બે અલગ-અલગ કેસમાં અદાલતે આરોપીઓને તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની કેદની સજા ફટકારી છે. બંને કેસમાં ફરિયાદીઓને વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

CRIME પ્રથમ કેસમાં નારાણ રામજી ઝીલડિયાએ આદિપુરના અરુણ રમેશ જરુને ફ્રેન્ડલી લોન પેટે રૂ. 7.50 લાખ આપ્યા હતા. આ રકમની ચુકવણી માટે અરુણભાઈએ રૂ. 2.50 લાખના ત્રણ ચેક આપ્યા હતા. જોકે, આ ચેક પરત ફરતાં કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી 12 મહિનાની કેદની સજા ફટકારી હતી. સાથે જ ચેકની કુલ રકમ રૂ. 7.50 લાખ નવ ટકા વ્યાજ સાથે ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે એડવોકેટ વી. પી. આલવાણી, વર્ષા વિશાલ કાનન, વિશાલ એલ. કાનન અને મનીષ ડી. ગઢવી હાજર રહ્યા હતા.

CRIME બીજા કેસમાં મનજી રાણાભાઈ મહેશ્વરીએ મિત્રતાના નાતે કાનજી અસમાલ મહેશ્વરીને રૂ. 4 લાખ આપ્યા હતા. આ રકમની ચુકવણી માટે આપવામાં આવેલો ચેક પરત ફરતાં કેસ દાખલ થયો હતો. આ કેસમાં અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. ઉપરાંત, ફરિયાદીને રૂ. 4 લાખનું વળતર ત્રણ મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાસ્ત્રી કે. પી. ગઢવી હાજર રહ્યા હતા.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *