
કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરઝાદા મોહમ્મદ સઈદનું 73 વર્ષની વયે નિધન
જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અનંતનાગના ધારાસભ્ય પીરઝાદા મોહમ્મદ સઈદનું આજે 73 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.
પીરઝાદા મોહમ્મદ સઈદ લાંબા સમયથી રાજકીય ક્ષેત્રે સક્રિય હતા. તેમણે વર્ષ 1987, 2002 અને 2008માં કોકરનાગ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણીમાં અનંતનાગ બેઠક પરથી જીત મેળવી તેઓ ફરી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમના નિધનના સમાચારથી રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી છે.
