
Gujarat ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થા સામે મોટો સવાલ! CHCમાં 65.3% સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જગ્યાઓ ખાલી
Gujarat આરોગ્ય સેવાઓમાં પેરામેડિકલ સ્ટાફની અછત પણ ગંભીર હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. ગ્રામ્ય CHCમાં 155 રેડિયોગ્રાફર, PHC અને CHCમાં 147 ફાર્માસિસ્ટ તથા 401 લેબ ટેકનિશિયનની ઘટ છે. નર્સિંગ સ્ટાફની 6,514ની જરૂરિયાત સામે 2,203 જગ્યાઓ ખાલી છે, જ્યારે ગ્રામ્ય સબ સેન્ટરોમાં 426 હેલ્થ વર્કરોની અછત હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું છે.
શહેરી આરોગ્ય વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. આશરે 3.64 કરોડની શહેરી વસ્તી માટે 728 PHCની જરૂરિયાત સામે માત્ર 428 કેન્દ્રો કાર્યરત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે શહેરોમાં તાત્કાલિક 300 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસે રાજ્ય સરકારને આરોગ્ય ક્ષેત્રે ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા, નિષ્ણાત ડોક્ટરોની ભરતી કરવા અને ગ્રામ્ય તથા શહેરી આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.
