શિરડી સાંઈબાબા મંદિરમાં કરોડોનું ગુપ્તદાન, ભક્તે અર્પણ કર્યો હીરાજડિત સોનાનો હાર

શિરડી સાંઈબાબા મંદિરમાં કરોડોનું ગુપ્તદાન, ભક્તે અર્પણ કર્યો હીરાજડિત સોનાનો હાર

શિરડીમાં સાંઈબાબાના દરબારમાં ભક્તોની શ્રદ્ધા અનોખી રીતે પ્રગટ થઈ, બે ભક્તોએ ગુપ્તદાન અર્પણ કર્યું

શિરડીના પ્રસિદ્ધ સાંઈબાબા મંદિરમાં બે ભક્તોએ મોટી કિંમતનું ગુપ્તદાન અર્પણ કર્યું છે. મુંબઈના એક ભક્તે સાંઈબાબાના ચરણોમાં 1 કિલો વજનનો હીરાજડિત સોનાનો હાર અર્પણ કર્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ હારની કિંમત રૂ. 1.16 કરોડ આંકવામાં આવી છે.

બીજી તરફ, અન્ય એક ભક્તે માનતા પૂર્ણ થતાં 2 કિલો ચાંદીના બિસ્કિટ દાનમાં આપ્યા છે. આ ચાંદીની કિંમત રૂ. 3 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

બંને ભક્તોએ દાન આપતી વખતે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી. ભક્તોની આ શ્રદ્ધા અને સેવાભાવ સાંઈબાબાના દરબારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *