Supreme Court : પત્રકાર કોને ગણવા? પત્રકારોની ઓળખ અને સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે

Supreme Court : પત્રકાર કોને ગણવા? પત્રકારોની ઓળખ અને સુરક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે

Supreme Court આજના સોશિયલ મીડિયાના યુગમાં મોબાઈલ કેમેરાથી ઘટનાઓનું રિપોર્ટિંગ કરતા લોકો પણ પત્રકાર તરીકે ઓળખાવા લાગ્યા છે ત્યારે વાસ્તવિક પત્રકારની ઓળખ અને સુરક્ષાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચર્ચામાં આવ્યો છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન માન્યતાપ્રાપ્ત પત્રકારોને સ્વઘોષિત પત્રકારો કરતાં વધુ સુરક્ષા મળવી જોઈએ કે કેમ તે મુદ્દે કોર્ટ વિચારણા કરશે.

દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન સાત પત્રકારોને કથિત રીતે કસ્ટડીમાં લેવા, મારપીટ કરવા અને રિપોર્ટિંગમાં અવરોધ ઊભો કરવાના મુદ્દે સુનાવણી દરમિયાન પત્રકારત્વની સ્વતંત્રતા તથા કાયદો-વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

Supreme Court મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સહિતની પીઠે આ પ્રકરણ પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ સમક્ષ મોકલ્યું છે, જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી કરે છે. આ મુદ્દે પત્રકારોની ઓળખ, અધિકારો અને સુરક્ષા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *