
ગાંધીનગરના છત્રાલ GIDCમાં મોટી દુર્ઘટના: ગરમ કેમિકલની પાઇપ ફાટતાં 4 કામદારોનાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં ગરમ કેમિકલની પાઇપ ફાટતાં ચાર કામદારો તેની ઝપેટમાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ચારેય કામદારોનાં મોત થયાં હતાં.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ અને તેમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચાર કામદારોનાં નામ
વિનોદકુમાર સિંહ
લક્ષ્મણ મીણા
સિકંદર દેહરી
તેડા દેહરી
છત્રાલ GIDCની કેમિકલ કંપનીમાં બનેલી આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. ઘટનાની વધુ વિગતો અને દુર્ઘટનાનાં ચોક્કસ કારણો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
