સૂત્રો થી મળતી માહિતી અનુસાર ભારતના એક મોટા સર્ચ ઓપરેશનમાં ભારતીય એજન્સીએ મુંબઈ 1993ના સીરિયલ બ્લાસ્ટમાં સામેલ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીમાંથી એક અબુ બક્રને પકડવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ અબુ બક્રને UAEથી પકડવામાં આવ્યો છે, જેને હવે ભારત લાવવામાં આવશે. વર્ષ 1993માં મુંબઈના અનેક વિસ્તારોમાં 12 બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકોના મોત થયા હતા જ્યારે 713 લોકો ઘાયલ થયા હતા. પકડાયેલો આતંકી અબુ બક્ર જે POKમાં હથિયારો અને વિસ્ફોટકોની ટ્રેનિંગ લઈ ચુક્યો હતો, ઉપરાંત 12 બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયેલા RDXના લેન્ડિંગમાં પણ તે સામેલ હતો. આતંકી સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાનમાં રહેતો હતો. જેને હાલમાં જ સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય એજન્સીઓના ઈનપુટ બાદ પકડવામાં આવ્યો હતો.