
માંડવી ના જીવદયા પ્રેમીઓ એ લમ્પી રોગ સામે ગૌવંશ ને બચાવવા કર્યો અનેરો પ્રયોગ
માંડવી ના જીવદયા પ્રેમીઓ એ લમ્પી રોગ સામે ગૌવંશ ને બચાવવા કર્યો અનેરો પ્રયોગ
કચ્છ ના ગૌવંશ ને જયારે લમ્પી રોગે ભરડા માં લીધો છે. ત્યારે અનેકો સ્વેચ્છિક સંસ્થાઓ ગૌવંશ ના વારે આવી છે ત્યારે દરિયાઈ શહેર માંડવી ની શેઠ ગોકલદાસ તેજપાલ હાઇસ્કુલ માં 1995 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના ગ્રુપે માંડવી માં રખડતા ગૌવંશ ની સાર સંભાળ લીધી
હતી અને હળદર ,ગોળ અને ભુસા નો મિશ્રણ કરી આયુર્વેદ ભુસો બનાવી ગૌવંશ ને ખવાડવા નું ઉત્તમ કાર્ય હાથ ધર્યું છે.
આ સેવા કાર્યમાં નિલેશ ચાંપાનેરિયા, ચંદ્રેશ માલમ, દર્શન ઓઝા, શૈલેષ શાહ,નિર્મલ દોશી,તેજસ શાહ,મનોજ મામતોરા,જયેશ સોની,પ્રતીક શાહ, રવિ શાહ , સહિત હાજર રહ્યા હતા.

