
Rajkot : 15 વર્ષીય સગીર ખાડામાં ભેદી સંજોગોમાં કણસતી હાલતમાં મળ્યો, સારવારમાં દમ તોડ્યો
Rajkot : 15 વર્ષીય સગીર ખાડામાં ભેદી સંજોગોમાં કણસતી હાલતમાં મળ્યો, સારવારમાં દમ તોડ્યો
રાજકોટના આજીડેમ નજીક કિસાન ગૌશાળા પાસે મેલડી માતાના મંદિરવાળા રસ્તા પર આવેલા શ્રીજી સ્ટોન ભરડીયામાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં એમપીના યુવાનની ઘરે બે ત્રણ દિવસથી તેના મિત્રનો 15 વર્ષનો પુત્ર ઘરે આવ્યો હોઇ તે આજે સવારે ભરડીયાની રૂમથી આગળ ખાડામાંથી કણસતો મળી આવતાં હોસ્પિટલમાં ખસેડવમાં આવતાં મોત નિપજ્યું હતું.
એમપીના મૃતક કપિલમુનિ સંતોષકુમાર શાહુ (ઉ.વ.15)ના પિતા હાલ ભરૂચ હોઇ પોતે પિતાના મિત્ર રામનરેશ કે જે રાજકોટ આજીડેમ પાસે ભરડીયામાં કામ કરે છે તેને ત્યાં બે ત્રણ દિવસ પહેલા રોકાવા આવ્યો હતો. આજે સવારે પાંચેક વાગ્યે કપિલમુનિ રૂમમાં જોવા ન મળતાં રામનરેશ તેને શોધવા નીકળતાં તે ભરડીયા પાસે ખાડામાં કણસતી હાલતમાં મળ્યો હતો. જે બાદ એમ્બ્યુલન્સ બોલાવી જી.ટી.શેઠ હોસ્પિટલમાં ખસેડયો હતો. રસ્તામાં તેને ઉલ્ટીઓ પણ થઇ હતી. અહિ તબિબની પ્રાથમિક તપાસમાં ગળા પર સોજો આવી ગયાનું જણાવાયું હતું.

વધુ સારવાર માટે બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃતક બાળક વહેલી સવારે ઓરડી બહાર લઘુશંકા કરવા ગયા બાદ કંઇક કરડી જતાં દુઃખાવો ઉપડયો કે પછી બીજી કોઇ બિમારીથી મોત થયું? તે અંગે રહસ્ય સર્જાયું હોઇ મોતનું કારણ જાણવા પોલીસ પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે.
