
પહેલા નંબરે ચીન તેમજ અમેરિકા વિશાળ સૈન્ય બજેટ છતા 74 પોઇન્ટ્સ સાથે બીજા નંબર પર છે. ત્યારબાદ રશિયા 69 પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબર પર, 61 પોઇન્ટ્સ સાથે ભારત ચોથા નંબર પર અને પછી 58 પોઇન્ટ્સ સાથે ફ્રાંસનો નંબર છે. બ્રિટેને પણ ટૉપ-10માં જગ્યા બનાવી છે અને 43 પોઇન્ટ્સ સાથે 9માં નંબર પર છે.
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, અલ્ટીમેટ મિલિટ્રી સ્ટ્રેન્થ ઇન્ડેક્સને બજેટ, સૈનિકોની સંખ્યા અને પરમાણુ સંસાધનો, એવરેજ વેતન અને ઇક્વિપમેન્ટ સહિત વિભિન્ન ફૈક્ટર્સને ધ્યાનમાં રાખીને કેલ્યુલેટ કરાયું છે. ચીનની પાસે દુનિયાની સૌથી મજબૂત સેના છે અને તેમાં ઇન્ડેક્સમાં 100માંથી 82 પોઇન્ટ્સ મેળવ્યા છે. બજેટ, એર અને નૌસેનાની ક્ષમતા આધાર પર ચીની સેનાને શક્તિશાળી ગણવામાં આવી છે.