બોલીવુડ સ્ટાર મહાનાયક બચ્ચનને ફરી મળ્યો FIAF એવોર્ડ : એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીયનું બિરૂદ પણ મેળવ્યું

મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને એક વધુ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અભિનેતા અમિતાભ બચ્ચને પ્રતિષ્ઠિતચ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આકઇવ્સ એવોર્ડસ 2021થી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ અંગે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ઉપર તસવીરે શેર કરીને ચાહકોને આ અંગે જાણકારી આપી હતી. અમિતાભે આ સમ્માન શુક્રવારે 19 માર્ચના સાંજના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હોલીવૂડ ફિલ્મમેકર્સ માર્ટિન સ્કોર્સેસે અને ક્રિસ્ટોફર નોલનથી પ્રાપ્ત કર્યો હતો.

અમિતાભ આ સમ્માન મેળવનારા પ્રથમ ભારતીય બન્યા છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોને આ એવોર્ડથી સમ્માનત કરવામાં આવે છે જેઓ કોઇને કોઇ રીતે ફિલ્મ હેરિટેજ સંરક્ષણ સાથે સંકળાયેલા હોય છે.

અમિતાભે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ અને ટ્વિટર પર આ તસવીરો શેર કરીને પોતાના પ્રશંસકોને જાણ કરી છે. તેમણે તસવીર સાથે લખ્યું છે કે, મને ૨૦૨૧એફઆઇએએફ એવોર્ડથી સમ્માનત કરવામાં આવ્યો છે. જે મેળવીને બહુ ખુશી અને ગર્વ અનુભવી રહ્યો છું. આ સમારંભમાં મને પુરસ્કાર આપવા માટે એફઆઇએએફ અને માર્ટિન સ્કોસસ અને ક્રિસ્ટોફર નોલનનો આભાર. ભારતની ફિલ્મ વિરાસતને બચાવવા માટે અમારી પ્રતિબદ્ધતા અટલ છે.

ઉલ્લેખનીય છે કે, પત્નીઓની સલાહોને અમલ કરનારા પતિઓની યાદીમાં અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થયો છે. આ વખતે તેમણે પત્ની જયા બચ્ચનની વાત માની હતી જેનો ફાયદો પૂરા ભારતીય સિનેમાને થયો છે. વાત એમ છે કે, અમિતાભ ભારતીય ફિલ્મોના સંરક્ષણ માટે એક મ્યુઝિયમ બનાવી રહ્યા છે. ફિલ્મ સંરક્ષણના કામને પ્રોત્સાહન આપવા માટે તેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *