
Ahmedabad અમદાવાદમાં સારંગપુરથી કાલુપુર સુધીનો રોડ પહોળો કરાશે, 17 મિલકતોને અસર
Ahmedabad અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા AMC દ્વારા સારંગપુર સર્કલથી DCP ઝોન-3ની કચેરી સુધીના રસ્તાને 18 મીટરથી વધારી 30 મીટર પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Ahmedabad આ કામગીરી માટે સૂચિત રોડલાઇનમાં આવતી અંદાજે 17 મિલકતોને દૂર કરવાની યોજના છે. તેનાથી 2,965 ચોરસ મીટર જગ્યા રસ્તામાં સામેલ થશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યાં છે.
Ahmedabad કાલુપુર રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ પૂર્ણ થયા બાદ દરરોજ અંદાજે 3.12 લાખ મુસાફરો સ્ટેશનનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને સ્ટેશન સુધી પહોંચવા અને બહાર નીકળવા માટે ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનું આયોજન છે.
આ ઉપરાંત, સારંગપુર સર્કલથી રોજી સિનેમા તરફના માર્ગ પર AMC દ્વારા ભાડા અને પરમિટના ધોરણે ફાળવાયેલી દુકાનોની જગ્યા પરત સોંપવા માટે દુકાનધારકોને નોટિસ આપવામાં આવી છે. નિયમાનુસારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિસ્તારને દબાણમુક્ત કરીને વાહનવ્યવહાર વધુ સરળ બનાવવાનું આયોજન છે.
