Ahmedabad News અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં મોટી દુર્ઘટના! વેલ્ડિંગ દરમિયાન 4 લોકો ખાબક્યા, બે લાપતા

Ahmedabad News અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં મોટી દુર્ઘટના! વેલ્ડિંગ દરમિયાન 4 લોકો ખાબક્યા, બે લાપતા

Ahmedabad News, અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના STP પ્લાન્ટમાં વેલ્ડિંગ કામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. વેલ્ડિંગનું કામ કરી રહેલા મજૂરો અને સુપરવાઈઝર સહિત ચાર લોકો પ્લાન્ટમાં ખાબકતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બે લોકોને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગેસના કારણે બેભાન થતાં દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા

મળતી માહિતી મુજબ, સોલા STP પ્લાન્ટમાં HNB એજન્સીના ચાર કર્મચારીઓ વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગેસના કારણે એક કામદાર બેભાન થઈ અંદર પડી ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારબાદ અન્ય ત્રણ લોકો પણ પ્લાન્ટમાં ખાબક્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બે લોકોને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાકીના બે લોકોની શોધખોળ ચાલુ છે.

પ્લાન્ટમાં ખાબકેલા ચાર લોકોનાં નામ

– મનોજ: સાઇડ ઇન્ચાર્જ

– અભિષેક: વેલ્ડિંગ વર્કર

– રૂપેશ: સાઇડના PM

– નિલેશ: ગાડી ડ્રાઇવર

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કામગીરી

STP પ્લાન્ટમાં બનેલી આ ઘટનાને પગલે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. બે લોકોની સ્થિતિ અને અન્ય બે લોકો અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. ગેસના કારણે બેભાન થવાની આશંકા વચ્ચે પ્લાન્ટમાં કામદારોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *