દિલ્હીના રામલીલા મેદાનમાં I.N.D.I.A. ગઠબંધનની મહારેલી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ મેદાને; 3 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત

દિલ્હીના રામલીલા મેદાનમાં I.N.D.I.A. ગઠબંધનની મહારેલી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ મેદાને; 3 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત

દિલ્હીના રામલીલા મેદાનમાં I.N.D.I.A. ગઠબંધનની મહારેલી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ મેદાને; 3 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત

I.N.D.I.A. નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન દ્વારા ‘વોટ બચાવો, દેશ બચાવો’ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મોટી સંખ્યામાં મતદારોનાં નામ યાદીમાંથી ગાયબ થવાના આક્ષેપો સાથે વિપક્ષે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. આ રેલીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

I.N.D.I.A. દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં યોજાયેલી આ મહારેલીમાં કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધનના અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિતના નેતાઓએ રેલીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વિપક્ષી ગઠબંધનના અન્ય નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

I.N.D.I.A. 3 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત

મહારેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રામલીલા મેદાન અને આસપાસના વિસ્તારોમાં 3 હજારથી વધુ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

I.N.D.I.A. અખિલેશ યાદવના યોગી સરકાર પર પ્રહાર

રેલીને સંબોધિત કરતાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અન્યાયની તમામ હદો પાર થઈ ચૂકી છે. એમએલસી ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ હવે 1.27 કરોડ મતો ઘટી ગયાની વાત સામે આવી છે. તેમણે ભાજપ સરકારના ‘ડબલ એન્જિન’ના નારા પર કટાક્ષ કરતાં કહ્યું કે હવે ડબલ એન્જિન સરકાર ‘ડબલ ઝીરો’ બની ગઈ છે.

I.N.D.I.A. વિપક્ષી એકતાનું શક્તિપ્રદર્શન

આ મહારેલીને વિપક્ષી એકતાના શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવેલા સવાલો વચ્ચે વિપક્ષી નેતાઓએ એક મંચ પર આવી પોતાની માંગણીઓ રજૂ કરી છે. રામલીલા મેદાનમાં યોજાયેલી આ રેલીને કારણે દિલ્હીના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *