કચ્છી યુવતીએ કર્યા 15 કલાકમાં 1008 સૂર્યનમસ્કાર

વસઈ (વેસ્ટ)માં સનસિટીમાં રહેતી ૩૧ વર્ષની કચ્છી યુવતી નમ્રતા દેઢિયાને કમર્શિયલ જૉબમાં રસ પડી રહ્યો ન હોવાથી પોતાનું ફીલ્ડ ચેન્જ કરીને યોગ શીખવાની શરૂઆત કરી.હાલમાં તે યોગ થેરપીનો અભ્યાસ કરે છે. એ દરમિયાન તેણે મંત્ર બોલતાં-બોલતાં ૧૫ કલાકની અંદર ૧૦૦૮ વખત સૂર્યનમસ્કાર કર્યા હતા. એટલો સમય સૂર્યનમસ્કાર કરતાં આખું શરીર ખૂબ દુખવા લાગે છે. આમ છતાં વિલપાવરને જાળવીને નમ્રતાએ પોતાનું લક્ષ્ય પૂરું કરવામાં સફળતા મેળવી હતી. તેની આ સફળતાને બૅન્ગલોરના જાણીતા યોગ કેન્દ્ર દ્વારા બિરદાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *