અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે. તેમણે કરેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત વાસીઓએ હજુ બે દિવસ અતિશય ગરમીનો સામનો કરવો પડશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગીર-સોમનાથ, પોરબંદર, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ વડોદરા અને સુરેન્દ્રનગર સહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ તેમજ શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જશે. હિટ વેવનો તેમજ સૂકા પવનોનો અનુભવ થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, તારીખ 18 ના રોજ એટલે કે આજે તાપમાન ઉચું જશે. ત્યારબાદ 19મી થી તાપમાનમાં ઘટાડો થતા, ગરમીમાં આંશિક રાહત મળશે. હાલમાં પવનની ગતિ સામાન્ય છે. આવતીકાલથી પવનની ગતિમાં વધારો થતા ગરમીમાં ઘટાડો નોંધાશે.