
ઘણાં ઉધ્યોગપતી ઓ ને ખબર નથી કે તેમની ફી કોણે ભરી નાખી
પ્રમુખ બનાવવા દસ લાખ ની રકમ અને લુંગી ડાન્સ નો માહોલ
ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનેં પેનલ ના ઉમેદવારો પાય લાગણ કરવા યેન કેન પ્રકાર ના ખેલ કરી રહ્યા છે .પોતાની પેનલ જીતે એટલા માટે અન્ય કંપની વાળા ની બાકી ફી પણ ભરી રહ્યા ની ચર્ચા છે .જેમને કોઈ ઇન્ડસ્ટ્રીઝ માં ગણતું નહીં હતુ તેવા ની ત્યાં જઈને હાથ પગ જોડવાની બાબત હવે ગંદા રાજકારણ તરફ ઇશારો કરી રહ્યું છે .આટલા વર્ષો માં એક સાર્વજનિક શૌચાલય નહીં બનાવી શકનારા દાવેદારો લારી ગલ્લા વાળા ની પસીના ના કમાઈ પર એ સી ની હવા ખાવા યૂ આઈ એ પર સત્તા હાંસલ કરવા જઈ રહ્યા છે .હાલ બને પેનલો માથી જે કોઈ દાવેદારી કરી ચૂક્યા છે એમને પૂછી તો જુઓ શું આટલા વર્ષો માં યૂ આઈ એ માં બેસી કેટલા કાંદા વાવ્યાં.. જવાબ મળશે હવે કરશું. અંહી ગ્રીન સ્પેસ ની જગ્યા ઓ અને ખાલી પડેલા પ્લોટો પર નજર જેવી બાબત કોઈ થી છુપાઈ નથી. એવું તેં શું છે યૂ આઈ એ ની ખુરશી પર સત્તા ની સાઠમારી.કોઈ સમજાવે તો ખરું. વિકાસ ના પોકળ વચનો આપી સત્તા હાંસલ કર્યા બાદ માત્ર મલાઈ ક્યાં મળે તેનું આયોજન થાય છે .બ્યુતિફિકેશન ના નામે ઉધ્યૌગપતિ ઓ ગેરકાયદેસર ગાર્ડન અને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરી રસ્તા ઓ પર જોખમ ઊભું કરી રહ્યા છે .રસ્તા ઓ સાંકડા થઈ ગયા છે .મોટા ભાગના દાવેદાર નો ભૂતકાળ ઉમરગામ સાથે લેવા દેવા વગરનો છે .ચા લારી ગલ્લા વાળા ગરીબો ના પૈસે ચાલતું ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સરકારી જમીન પર ઉઘરાણી નહીં કરી શકે છંતા વર્ષો થી ચાલતી આ ગેરકાયદેસર કામગીરી તપાસ નો વિષય છે .આ ચૂંટણી માં હાલ નું જે દ્રશ્ય છે જેમાં સતા મેળવવા એટલા હદ સુધી વટાવી જશે કે છેલ્લે બોગસ વોટિંગ માટે પણ છેલ્લા એક કલાક માં ખેલ પડી જશે .