મેટ્રો પ્રોજેક્ટ અને રિપેરિંગ માટે ૧૫ દિવસ માટે નેહરુ બ્રીજ બંધ

અમદાવાદનો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે

15થી 30 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે બંધ સમારકામ અને મેટ્રો કામગીરીના લીધે બંધ રહેશે

વૈકલ્પિક રૂટ લૉ ગાર્ડન તરફ આપવામાં આવ્યો

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નહેરુ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ કરવાનું હોવાથી અગામી 15 દિવસ માટે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી ૧૫ જાન્યુઆરીથી 15 દિવસ માટે નહેરુ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો હોવાથી હોવાથી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વર્ષ 1962માં નહેરુ બ્રિજનું નિર્માણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.નેહરુ બ્રિજના પિલરની બેરિંગ ત્રાંસી થઈ ગઈ છે. જ્યારે બ્રિજ પર પણ તિરાડો પડી હોવાથી ભયજનક બન્યો છે. આથી નહેરુ બ્રિજનું રિપેરિંગ કામ કરવું જરૂરી બન્યું છે. તેની સાથે અમદાવાદમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટની કામગીરી કરવાની હોવાથી આગામી 15 થી 30 જાન્યુઆરી સુધી નહેરુ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે.જો કે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નહેરુ બ્રિજ પરથી પસાર થતાં વાહન ચાલકો માટે લૉ ગાર્ડન તરફનો વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી પર આઠ બ્રીજ બનવવામાં આવેલા છે જે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે.આંબેડકર અને દઘીચી બ્રીજ સિવાય તમામ બ્રિજને૩૫-૪૦ વર્ષ કરતાં વધારે સમય થઇ ગયો છે. થોડા સમય પહેલા સુભાષ બ્રીજ [પણ રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *