
CBSEમાં મહાચમત્કાર! 94%થી સીધી 100% સુધીની ઉડાન, પુનઃમૂલ્યાંકન બાદ અવની કેજરીવાલ બની દેશની નવી ટોપર
CBSE 12મા ધોરણના પુનઃમૂલ્યાંકન પરિણામોમાં એક ઐતિહાસિક ફેરફાર સામે આવ્યો છે. રાંચીની વિદ્યાર્થીની અવની કેજરીવાલે ઉત્તરવહીની ફરી ચકાસણી બાદ 500માંથી 500 ગુણ મેળવી દેશભરમાં નવી સિદ્ધિ નોંધાવી છે. અગાઉ 94% ગુણ મેળવનારી અવની હવે 100% સ્કોર સાથે રાષ્ટ્રીય ટોપર બની છે.
ધુર્વાના DPS સેલ ટાઉનશીપમાં કોમર્સ પ્રવાહની વિદ્યાર્થીની અવનીએ અંગ્રેજી, એકાઉન્ટન્સી, બિઝનેસ સ્ટડીઝ, અર્થશાસ્ત્ર અને એપ્લાઇડ મેથેમેટિક્સમાં 100-100 ગુણ મેળવ્યા છે. ગ્રાફિક્સ વિષયમાં પણ તેને 99 ગુણ મળ્યા છે.
CBSE પરિણામોમાં મોટો ટ્વિસ્ટ..! પુનઃમૂલ્યાંકન બાદ બદલાઈ ગઈ દેશની ટોપર
CBSE પરિણામથી અસંતુષ્ટ હતી, મહેનત પર હતો અડગ વિશ્વાસ
13 મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં અવનીને 94% ગુણ મળ્યા હતા. પોતાના પ્રદર્શનથી અસંતુષ્ટ અવનીએ પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી હતી. ઉત્તરવહીની ફરી તપાસ બાદ તેના ગુણોમાં નોંધપાત્ર વધારો થયો અને આખરે તે 100% સ્કોર સુધી પહોંચી ગઈ.
CBSE ટોપરનું નામ બદલાયું
અગાઉ જાહેર થયેલા પરિણામોમાં પ્રિયા બાબુપાલ 99.4% સાથે રાષ્ટ્રીય ટોપર જાહેર થઈ હતી. પરંતુ પુનઃમૂલ્યાંકન બાદ અવનીએ સંપૂર્ણ ગુણ મેળવી દેશની નવી ટોપર તરીકે સ્થાન મેળવ્યું છે.
CBSE ઝારખંડ માટે ગર્વની ક્ષણ
21 જૂને જાહેર થયેલા સુધારેલા પરિણામોમાં અવનીની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ઝારખંડ માટે ગૌરવની ક્ષણ બની છે. સોશિયલ મીડિયા પર પણ તેની સફળતાની ભારે ચર્ચા ચાલી રહી છે.
CBSE વિજ્ઞાન પ્રવાહમાં પણ ઝારખંડનો ડંકો
બીજી તરફ, બોકારોના DPSના વિદ્યાર્થી આદિત્ય મિશ્રા પણ પુનઃમૂલ્યાંકન બાદ 99.60% ગુણ સાથે રાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન પ્રવાહના સંયુક્ત ટોપર બન્યા છે. બાયોલોજીમાં તેમના ગુણ 96થી વધીને 99 થયા છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો