ભાજપના વધુ પ્રદેશ હોદેદારો જાહેર

ટીમ સી આર પાટીલના વધુ હોદ્દેદારો જાહેર

વધુ ૨ પ્રદેશ ઉપપ્રમુખની જાહેરાત યમલ વ્યાસ મુખ્ય પ્રવક્તા જાહેર
કિશોર મકવાણા પ્રદેશ સહ મીડિયા પ્રભારી જયશ્રી બેન દેસાઈની પ્રદેશ મંત્રી તરીકે નિમણુક

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મંગળવારે પોતાની ટીમના વધુ નવ હોદેદારોની નિમણુક કરી હતી. જેમાં બે પ્રદેશ ઉપ પ્રમુખ અને એક પ્રદેશ મંત્રી તેમજ એક મુખ્ય પ્રવકતાનો સમાવેશ થવા જાય છે. આ ઉપરાંત આઈ ટી સેલના કન્વીનર તરીકે નીખીલ પટેલની પણ નિમણુક કરી છે.

ગત સપ્તાહે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાની ટીમના પ્રથમ તબક્કામાં પ્રદેશ હોદેદારોની જાહેરાત કરી હતી.ત્યારે બાકી રહેલા અમુક હોદેદારોની મંગળવારે જાહેરાત કરી હતી. મંગળવારે પ્રમુખ સી આર પાટીલે પોતાની ટીમમાં વધુ નવ લોકોને સ્થાન આપ્યું હતું. જેમાં બે ઉપ પ્રમુખ,એક પ્રદેશ મંત્રી ,એક મુખ્ય પ્રદેશ પ્રવકતા ઉપરાંત આઈટી સેલ,સોશિયલ મીડિયા સેલ અને મીડિયા સેલના હોદેદારોનો સમાવેશ થવા જાય છે.
મંગળવારે જાહેર કરાયેલ યાદી અનુસાર ડોક્ટર ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુક આપી છે.જયારે જય શ્રી બેન દેસાઈની પ્રદેશ મંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે. અ ઉપરાંત આઈટી સેલના કન્વીનર તરીકે નીખીલ વિનોદભાઈ પટેલની નિમણુક કરાઈ છે .જયારે મીડિયા સેલના પ્રભારી તરીકે યજ્ઞેશ દવે અને સહ પ્રભારી તરીકે કિશોર મકવાણાની નિમણુક કરવામાં આવી છે . આ ઉપરાંત પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર તરીકે સિદ્ધાર્થ પટેલ અને સહ કન્વીનર તરીકે મનન દાણીની નિમણુક કરવામાં આવી છે.તદ્પરાંત પ્રદેશના મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસની નિમણુક કરાઈ છે.
આમ હવે પ્રદેશ સંગઠનમાં વિવિધ મોરચામાં નિમણુક કરવામાં બાકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *