Ahmedabad અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર દિવાળી પહેલાં મોટી રાહતની શક્યતા, પ્લેટફોર્મ 9થી 12 ફરી શરૂ કરવાની તૈયારી

Ahmedabad અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર દિવાળી પહેલાં મોટી રાહતની શક્યતા, પ્લેટફોર્મ 9થી 12 ફરી શરૂ કરવાની તૈયારી

Ahmedabad અમદાવાદ: દિવાળીના તહેવારો દરમિયાન રેલવે મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બંધ પડેલા પ્લેટફોર્મ નંબર 9થી 12 ફરી શરૂ કરવાની દિશામાં કામગીરી તેજ બનાવવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા ચારેય પ્લેટફોર્મ દિવાળી પહેલાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે, આ માટે જરૂરી ટેક્નિકલ તપાસ અને સુરક્ષા મંજૂરી મેળવવી પડશે.

Ahmedabad પ્લેટફોર્મ શરૂ કરતાં પહેલાં રેલવે દ્વારા ટ્રેક, ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) અને સિગ્નલ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે. આગામી 27 ઓક્ટોબરે કમિશનર ઑફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા નિરીક્ષણ હાથ ધરાવાનું છે. આ તપાસમાં જરૂરી માપદંડો પૂર્ણ થયા બાદ મંજૂરી મળે તો ચારેય પ્લેટફોર્મ પર ટ્રેન વ્યવહાર શરૂ થઈ શકે છે.

Ahmedabad ટેક્નિકલ કામગીરીના કારણે પ્રોજેક્ટમાં વિલંબ

કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ પ્લેટફોર્મ નંબર 9થી 12ને ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ આ પ્લેટફોર્મ એપ્રિલમાં શરૂ કરવાની યોજના હતી, પરંતુ બાદમાં સમયમર્યાદા ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી. ટેક્નિકલ કારણોસર કામમાં વિલંબ થતાં હવે દિવાળી પહેલાં પ્લેટફોર્મ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad પ્લેટફોર્મ નંબર 9થી 12 પર શું કામગીરી બાકી ?

પ્લેટફોર્મ નંબર 9 પર હાલ રહેલો બ્લોક દૂર કરવાની કામગીરી કરવાની રહેશે. બીજી તરફ, પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં હોવાથી અહીં ટ્રેન વ્યવહાર શરૂ કરતાં પહેલાં સુરક્ષા નિરીક્ષણ જરૂરી છે. ટ્રેક, વીજ પુરવઠા અને સિગ્નલ વ્યવસ્થાની યોગ્યતા ચકાસ્યા બાદ જ આગળની પ્રક્રિયા પૂર્ણ થશે.

Ahmedabad ત્યારબાદ પ્લેટફોર્મ 4થી 7ના પુનર્વિકાસની કામગીરી

પ્લેટફોર્મ નંબર 9થી 12 શરૂ થયા બાદ રેલવે તંત્ર પ્લેટફોર્મ નંબર 4થી 7 પર બ્લોક લઈને પુનર્વિકાસની કામગીરી આગળ ધપાવવાની યોજના ધરાવે છે. નવા કાર્યરત પ્લેટફોર્મના કારણે ટ્રેનોના સંચાલનમાં જરૂરી ફેરફાર કરી જૂનાં પ્લેટફોર્મ પર કામ કરવા માટે જગ્યા ઉપલબ્ધ થઈ શકશે.

દિવાળી દરમિયાન મુસાફરોની સંખ્યા વધતી હોવાથી ચારેય પ્લેટફોર્મ ફરી શરૂ થાય તો ટ્રેન વ્યવસ્થાપન અને મુસાફરોની અવરજવરમાં રાહત મળવાની અપેક્ષા છે. જોકે, પ્લેટફોર્મ ક્યારથી શરૂ થશે તે અંતિમ સુરક્ષા નિરીક્ષણ અને રેલવેની મંજૂરી પર નિર્ભર રહેશે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *