
ભારતીય ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, માઈલ્ડ લક્ષણો સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સચિને પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, મેં પોતાને ઘરમાં જ ક્વોરન્ટીન કર્યો છે અને હું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છું. હું તમામ હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર માનું છું, જેઓ મને અને દેશમાં અન્ય લોકોને સપોર્ટ કરી રહ્યા છે. તમે બધા પણ પોતાનું ધ્યાન રાખજો.
