
આજથી સતત 3 દિવસ બેંક રહેશે બંધ
27 માર્ચ, 28 માર્ચ, 29 માર્ચ સતત 3 દિવસ બેંક બંધ રહેશે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંકની સાઈટના અનુસાર 30 માર્ચે પણ તમે બેંકનું કામ કરી શકશો નહીં. 31 માર્ચે રજા નથી પણ ગ્રાહકોએ ધ્યાન રાખવું કે નાણાંકીય સેવાનો આ છેલ્લો દિવસ છે. આ દિવસોએ બેંક એકાઉન્ટ ક્લોઝ કરવા માટે 1 એપ્રિલનો દિવસ નક્કી કર્યો છે. આ દિવસે કસ્ટમર્સને ડીલ કરાશે નહીં. આ પછી 2 એપ્રિલે ગુડ ફ્રાઈડેની રજા રહેશે. જેથી દેશની બેંકો બંધ રહેશે. આ સમયે જો કોઈ કામ બાકી છે તો 3 એપ્રિલે શરૂઆતમાં પતાવવાના રહેશે.
27 માર્ચથી 4 એપ્રિલમાં આ દિવસેઓ બેકમાં રહેશે રજા
27 માર્ચ- ચોથો શનિવાર
28 માર્ચ- રવિવારની રજા
29 માર્ચ- હોળીની રજા
30 માર્ચ – ધૂળેટીની રજા
31 માર્ચ- નાણાંકીય વર્ષની રજા
1 એપ્રિલ- એકાઉન્ટ ક્લોઝિંગ દિવસ
2 એપ્રિલ – ગુડ ફ્રાઈડે
3 એપ્રિલ- બેંક ચાલુ રહેશે
4 એપ્રિલ – રવિવાર