MANDVI: ગઢશીશા પોલીસ સ્ટેશન મધ્યે પાણી નો કૂલર અર્પણ કરાયો

MANDVI: ગઢશીશા પોલીસ સ્ટેશન મધ્યે પાણી નો કૂલર અર્પણ કરાયો

MANDVI : કચ્છ જીલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા દાતા શ્રી લાલજીભાઈ શિવજીભાઈ પટેલ તથા શ્રી શાંતિભાઈ શિવજીભાઈ પટેલ પરિવાર, રત્નાપર,મઉ. ના સહયોગ થી ગઢશીશા પોલીસ સ્ટેશન ને વોટરકૂલર ની ભેટ.

MANDVI : કચ્છ જીલ્લા ગામ વિકાસ સમિતિ ના શ્રી અરવિંદભાઈ જોષી એ દાતાઓ ની દિલેરી ને બિરદાવી ને લોકો ના ઉપયોગ માટે શુધ્ધ, ઠંડા, શીતલ જલ ની કાયમી સુવિધ્યા ઉભી થવા બદલ ગઢશીશા પોલીસ સ્ટેશન તેમજ પી.આઈ. શ્રી વસાવા સાહેબ ને અભિનંદન આપ્યા હતા.

MANDVI : રત્નાપર ના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ રામાણી એ સંસ્ક્રુત ના શ્લોક ને ટાંકી ને ચાર શ્રેષ્ઠ વ્યક્તિઓ પૈકી જે દાન આપનાર વ્યક્તિ છે તે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યા હતા.

ભારત વિકાસ પરિષદ, માંડવી શાખા ના સ્થાપક પ્રમુખ શ્રી કૈલાસભાઈ ઓઝા એ અરવિંદભાઈ જોષી તથા કચ્છ જીલ્લા ગામ વિકાસ સમિતિ ની ગ્રામીણ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી ને સંક્લન ના ભાવ સાથે સેતુ રુપ ભુમિકા ની સરાહના કરીને ઉપસ્થિત સૌ ને ધન્યવાદ આપી ને આ પ્રસંગે ઉપસ્થિત રહી ને ધન્યતા નો અનુભવ થયા ની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સલીમભાઈ ચાકી, નવિનભાઈ સંઘાર, હેડ કોન્સ્ટેબલ કૂલદિપસિંહ કનુભા જાડેજા, એ.એસ.આઈ. મહેન્દ્રભાઈ ગઢવી, હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ ગઢવી, અગ્રણી શ્રી કમલેશભાઈ સેંગાણી, શ્રી બટુકસિંહ જાડેજા, કેતનભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ગઢશીશા જૈન મહાજન ના શ્રી જીજ્ઞેશભાઈ દેઢીયા (સી.એ.) એ શુભેચ્છા પાઠવી હતી.

MANDVI: A water cooler was presented at Gardshisha Police Station

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *