
CRIME : ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS)એ કચ્છના એક યુવકની ધરપકડ કરી છે, જે યુવક ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. આ યુવક યુવતીની સાથે વાતો કરતો દેશની ગુપ્ત માહિતી આપતો થઈ ગયો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકે એક માહિતી અને ફોટોગ્રાફ્સના બદલામાં ₹25,000 જેટલી રકમ મેળવતો હતો. આ યુવક બીએસએફમાં કામ કરતો હોવાની વિગત પણ સામે આવી રહી છે. હાલ ગુજરાત ATSએ ગુજરાતના સરહદી વિસ્તારની મહત્ત્વની માહિતી પાકિસ્તાન પહોંચાડતા યુવકની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં આ અંગે તેના વધુ કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.
CRIME: Gujarat ATS nabs men who passed national security intelligence to Pakistan agents
CRIME : પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક લોકો હનીટ્રેપનો શિકાર બનીને કેટલી ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતા હોય છે. આવા અનેક કિસ્સા અગાઉ સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો આ વખતે કચ્છમાંથી સામે આવ્યો છે. કચ્છનો એક યુવક જેનું નામ વિશાલ બડિયા હોવાનું સામે આવ્યું છે. વિશાલ બડિયા બીએસએફના કોઈ વિભાગમાં પટાવાળાનું કામ કરતો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
CRIME : એક યુવતીની હનીટ્રેપમાં ફસાયો
ગુજરાત ATSએ આ સંદર્ભે મહત્ત્વની તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશાલ થોડા સમયે અગાઉ એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે યુવતી દેખાવમાં ખૂબ સુંદર હતી પણ સોશિયલ મીડિયા પર થયેલો સંપર્ક યુવકને તેની તરફ આગળ લઈ ગયો હતો. ધીમેધીમે સામે તરફથી વાત કરતી યુવતી પોતાની અંગત વાતોની સાથેસાથે ભારતની કેટલીક માહિતીઓ અને ફોટોગ્રાફ્સ, નકશા મંગાવતી હતી. જેના આધારે વિશાલ પણ આ યુવતીના કહેવા પ્રમાણે કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ યુવકે મોકલેલી માહિતીના બદલામાં તેને રૂપિયા મળતાં થઈ ગયા હતા, એટલે ફોટોગ્રાફ્સના બદલામાં તેને અંદાજે 25000 રૂપિયા જેટલા મળ્યા હોવાની શક્યતા છે.
CRIME : અમદાવાદમાં પૂછપરછ કરાશે
ગુજરાત ATS દ્વારા વિશાલની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીએસએફની કેટલી મહત્ત્વની માહિતી તેણે પાકિસ્તાનના હેન્ડ સુધી પહોંચાડી દીધી હતી અને તે પણ હનીટ્રેપના શિકાર થયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.