
MANDVI : માંડવીની જુદી જુદી 11 સંસ્થાઓના માધ્યમથી જીવદયા – માનવસેવા અને નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે
- MANDVI : માંડવીની જૈનૂતન પ્રાથમિક શાળા નંબર ૩ના પૂર્વ શિક્ષિકા સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ માંડવીની જુદી જુદી 11 સંસ્થાઓના માધ્યમથી જીવદયા – માનવસેવા અને નિ:શુલ્ક મેડિકલ કેમ્પ થી ઉજવાશે
MANDVI : જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ૩ના પૂર્વ નિવૃત શિક્ષિકા શ્રીમતી સ્વ.રંજનબેન દિનેશભાઈ શાહ પાંચમી વાર્ષિક પુણ્યતિથિ માંડવીની જુદી જુદી સેવાભાવી 11 સંસ્થાઓના માધ્યમથી તેમના પરિવારના સૌજન્યથી જીવદયા – માનવસેવા અને ડાયાબિટીસના નિ:શુલ્ક મેડિકલ કેમ્પથી તારીખ 25/07 ને મંગળવારના ઉજવાશે.
MANDVI : દીપ દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ, માંડવીની સેવાભાવી સંસ્થા, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, નવજીવન જીવદયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ, માણિભદ્ર વીર દાદા ગ્રુપ, શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપ, એક પગલું, માતૃભાષા સેવા ટ્રસ્ટ, જલારામ સેવા ટ્રસ્ટ, મહાદેવ જાલી રાખજે અને જાયન્ટ્સ સાહેલી ગ્રુપ એમ કુલ 11 સંસ્થાઓ દ્વારા જીવદયા અને માનવસેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ ઉપરાંત કિરણ ક્લિનિક (હરિકૃષ્ણ મોલ – લાયજા રોડ) માંડવીમાં ડાયાબિટીસનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવશે.