Accident : અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત,9 લોકો ના કચડાઈને મોત

 

Accident : અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત:ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત જોવા ઉભેલા ટોળા પર જેગુઆર કાર ફરી વળી,કોન્સ્ટેબલ સહિત 9ના કચડાઈને મોત

Accident : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. મોડી રાતે બનેલા અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો હતો પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યારબાદ બની હતી જ્યારે લોકો અકસ્માત અને જોઈ રહ્યા હતા ત્યારે પાછળથી 160 કિમીથી વધુની ઝડપે આવેલી જેગુઆર કાર અકસ્માત જોઈ રહેલા ટોળાને અડફેટે લેતા કોન્સ્ટેબલ સહિત 7 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

Accident : આ અંગે ટ્રાફિક વિભાગના એસીપી એસ જે મોદીએ મીડિયા ને જણાવ્યું હતું કે, આ બનાવમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં લઈ જવાયો છે.

Accident : મૃતકોના નામ
નિરજ ચાવડા,અક્ષય ચાવડા
રોનક વિજલપર,ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ) , કૃણાલ પટેલ

ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત જોવા ઉભેલા ટોળા પર જેગુઆર કાર ફરી વળી,કોન્સ્ટેબલ સહિત 9ના કચડાઈને મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *