KEDARNATH : ચાર દેશમાંથી 45 પ્રકારનાં 10,000 કિલો ફૂલ મગાવી 220 ગુજરાતીએ કેદારનાથ મંદિર ફૂલોથી શણગાર્યું

KEDARNATH : ચાર દેશમાંથી 45 પ્રકારનાં 10,000 કિલો ફૂલ મગાવી 220 ગુજરાતીએ કેદારનાથ મંદિર ફૂલોથી શણગાર્યું

KEDARNATH
KEDARNATH

KEDARNATH : આવતીકાલે કેદારનાથ મંદિરનાં દ્વાર ખૂલશે. એ પહેલાં વડોદરાથી ગયેલી ટીમ રિવોલ્યૂશન અને શિવજી કી યાત્રાના ગુજરાતભરમાંથી ગયેલા 220 જેટલા વોલન્ટિયર દ્વારા કેદારનાથ મંદિરનો 45 પ્રકારનાં 10 હજાર કિલો ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. કેદારનાથની સજાવટ માટે 22 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને જેના માટે ફૂલો ભારતનાં 8 રાજ્યો સહિત થાઇલેન્ડ, શ્રીલંકા, નેપાળથી મગાવવામાં આવ્યાં છે.

KEDARNATH
KEDARNATH

KEDARNATH : કેદારનાથ બાબાનાં કપાટ આવતીકાલે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. એ પહેલાં કેદારનાથ મંદિરને 29 એપ્રિલના રોજ તમામ ફૂલ ગૌરીકુંડ પહોંચ્યાં હતાં, ત્યાંથી 180 લોકોએ જાતે ઊંચકીને ફૂલોને 20 કિલોમીટર દૂર પહાડો પર ટ્રેકિંગ કરીને કેદારનાથ પહોંચાડ્યાં હતાં. 30 એપ્રિલ અને 1 મેના રોજ મંદિરનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. આજે કેદારનાથ બાબાની પાલખીનું ભવ્ય સ્વાગત ફૂલવર્ષાથી કરવામાં આવ્યું. એ પહેલાં કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર માટે વડોદરાની શિવજી કી યાત્રા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવ્યો છે.

KEDARNATH
KEDARNATH

KEDARNATH : આ અંગે શિવજી કી યાત્રાના વોલન્ટિયર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે અમે છેલ્લાં 4 વર્ષથી કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારીએ છીએ. કોરોનાકાળમાં અમે જ્યારે કેદારનાથ બાબાનાં દર્શને ગયા ત્યારે સૂનું લાગતું હતું, જેથી અમે કેદારનાથ મંદિર કમિટીને મંદિરને ફૂલોથી સજાવવાની વિનંતી કરી હતી, જેની પરમિશન મળ્યા બાદ અમે વર્ષ-2022થી શરૂઆત કરી હતી, જેમાં અમારી સાથે ઋષિકેશની ટીમ પણ જોડાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેદારનાથ મંદિરને કુલ 45 પ્રકારનાં અલગ અલગ વેરાઇટીનાં ફૂલો દ્વારા આખા મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે, જેમાં 10,000 કિલો ફૂલોથી આખા મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે અને મંદિરના શણગાર માટે કોલકાતાના બંગાલી કારીગર, જેમની કલા આખા વિશ્વમાં ફૂલોના શણગારમાં પ્રખ્યાત છે, જેથી કોલકાતાના 35 કારીગરને પણ લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા ઉપરાંત સુરત, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને મુંબઇથી વોલન્ટિયર મંદિરને સજાવવા માટે કેદારનાથ પહોંચ્યા છે. તો જમ્મુ-કાશ્મીર, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને દિલ્હીથી ફૂલો મગાવામાં આવ્યાં છે અને ભારત ઉપરાંત થાઇલેન્ડ, શ્રીલંકા અને નેપાળથી ફૂલો મગાવવામાં આવ્યાં છે.

KEDARNATH
KEDARNATH

KEDARNATH : તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે અહીં કેદારનાથમાં વાતાવરણ ખૂબ ખરાબ છે અને ઘોડાઓમાં ચેપી રોગ લાગ્યો છે. આ વર્ષે અહીં આવવું મોંઘું અને અઘરું પડશે. આ વખતે 4થી 5 હજાર રૂપિયા આપતાં પણ ઘોડા મળતા નથી. આ વખતે 180 લોકોએ જાતે ઊંચકીને ફૂલ કેદારનાથ સુધી પહોંચાડ્યાં છે.

વોલન્ટિયર આશા ચૌહાણે જણાવ્યું હતું કે અમે સેવા કરવા માટે આવ્યા છીએ. અમે ફ્લાઇટમાં અહીં આવ્યા છે. અહીં જમવા અને રહેવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે. મંદિર શણગારનો અમને લહાવો મળ્યો છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું, એ અમે જિંદગીભર નહીં ભૂલીએ. મંદિરને જોતાં જ અમારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *