KANDHAL JADEJA KAKI HIRALBA : રૂપિયાની લેવડદેવડ અને અપહરણ ના મામલે કુતિયાણાના સપા એમએલએ કાંધલ જાડેજા ના કાકી હિરલબા જાડેજા ની ધરપકડ

KANDHAL JADEJA KAKI HIRALBA : કુતિયાણામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની ધરપકડ કરવામાં આવી છે. ભુરા મુંજાના પત્ની અને મહિલા અગ્રણી હીરલબા જાડેજાની રૂપિયાની લેવડદેવડ અને અપહરણ કેસ મામલે ધરપકડ કરવામાં આવી છે, ખાસ વાત છે કે, આ મામલે હીરલબા જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી જે પછી આ મોટી એક્શન છે. ઈઝરાયલની મહિલાએ હીરલબા જાડેજા વિરૂદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા. ઈઝરાયલ રહેલા લીલુબેન ઓડેદરાના કુછડી રહેતા સંબંધીઓએ ફરિયાદ નોંધાવી હતી, હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હીરલબા જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી. હિતેશ ઓડેદરા તથા અન્ય ઈસમો વિરૂદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
KANDHAL JADEJA KAKI HIRALBA : કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ કરાઇ છે. હાર્બર મરીન પોલીસ મથકમાં તેમની સામે અપહરણનો ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરાઇ છે. મૂળ પોરબંદરની અને હાલ ઇઝરાયેલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ વીડિયો વાયરલ કર્યો હતો.. લીલુ ઓડેદરાએ પતિ, પિતા અને દીકરાના અપહરણનો આરોપ હિરલબા જાડેજા પર લગાવ્યો હતો. પૈસાની લેતી-દેતીમાં મહિલાના પતિ અને દીકરા પાસે ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો કરાયો હતો. હિરલબાના માણસો તેના પતિ અને દીકરાને ઉઠાવી ગયા હોવાનો આરોપ મહિલાએ કર્યો છે. પોલીસે હિરલબા સહિત 7 લોકો સામે ગુનો નોંધી કરી ધરપકડ કરી છે.
KANDHAL JADEJA KAKI HIRALBA : મહિલાનો આરોપ છે તેના પતિ અને દીકરાને હીરલબાએ તેમના બંગલે ગોંધી રાખ્યા છે. આ મામલો 70 લાખ રૂપિયાની ઉઘરાણીનો હોવાનું સામે આવ્યું છે.. આ વીડિયોમાં મહિલા ગુજરાત પોલીસ તથા સરકારને તેમના પતિ અને પુત્રને બચાવી લેવા માટે અપીલ કરતી જોવા મળી રહી છે. આ મામલે આખરે પોલીસ બિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. આ મામલે પોલીસ દ્વારા વિગતવાર જાણકારી આપ્યા બાદ જ સમગ્ર કેસની સાચી માહિતી બહાર આવી શકશે. હાલ તો આ મામલે ભારે ચર્ચા જોવા મળી રહી છે.