BHACHAU-BHAVANIPUR : ભચાઉ ના ભવાનીપુરમાં વોક કરતા શિક્ષક પર ત્રણ બાઇક સવારોનો હુમલો કરી મોબાઇલની લૂંટ

BHACHAU-BHAVANIPUR : ભચાઉ નગરના ભવાનીપુરમાં રાત્રે લૂંટનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક શાળાના 34 વર્ષીય આચાર્ય જયદીપ ગોરધનભાઇ જટાની પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. ગત રાત્રે 10:30 વાગ્યે શિક્ષક પટેલ સોસાયટીમાં વોક કરવા નીકળ્યા હતા. આ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ શિક્ષકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરો શિક્ષક પાસેથી મોબાઈલ ફોન લૂંટી ફરાર થઇ ગયા હતા.
ઘટના બાદ શિક્ષકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. ભચાઉ પોલીસે જણાવ્યું કે, હાલ ભોગ બનનાર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી ફરિયાદ નોંધવાની કાર્યવાહી બાકી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આવા બનાવો અગાઉ પણ બની ચૂક્યા છે. આ ઘટનાથી નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો