National Security Advisor : પાકિસ્તાને રાતોરાત બદલ્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ISI ના પ્રમુખ અસીમ મલિકને સોંપી કમાન, જાણો કોણ છે

પાકિસ્તાને રાતોરાત NSA રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બદલી કરી છે. ISI ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા છે.
National Security Advisor : પહેલગામ હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાને રાતોરાત NSA રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બદલી કરી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને(Asim Malik) દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના આ પગલાથી એવું લાગે છે કે તેને ભારત તરફથી હુમલાની આશંકા છે.
National Security Advisor : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં નવા સભ્યો ઉમેર્યા અને આલોક જોશીને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. પાકિસ્તાન સરકારે મલિકની નિમણૂક એવા સમયે કરી છે જ્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.
National Security Advisor : અસીમ મલિકને સપ્ટેમ્બર 2024 માં ISI ના વડા બનાવવામાં આવ્યા હતા અને હવે તેમને NSA નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આસીમ મલિક પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરમાં એડજ્યુટેન્ટ જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે. તે પાકિસ્તાનમાં જાસૂસોનો નેતા છે અને ભારતનો કટ્ટર દુશ્મન છે કારણ કે ISI ના નેતૃત્વ હેઠળ તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપવામાં સામેલ રહ્યો છે.
National Security Advisor : હાલમાં ભારતમાં જે પણ આતંકી હુમલા થયા છે, તેની પાછળ અસીમ મલિકનું દિમાગ છે. પહેલગામ જેવા આતંકી હુમલામાં ISI ની ભૂમિકા તેની રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે. તેણે બલુચિસ્તાન અને વઝીરિસ્તાનમાં મુખ્ય લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ કર્યું છે. એટલા માટે પાકિસ્તાને ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.