
Japan and India relation News : ભારત-જાપાન સંબંધોમાં નવો અધ્યાય: PM મોદીએ જાપાનના પીએમને ‘નાની બહેન’ કહી આવકાર્યા, ફાર્મા-ડિફેન્સ સેક્ટરમાં મહત્ત્વના કરાર
Japan and India relation News : ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચી હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં બંને દેશોએ ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ (ડિફેન્સ), ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે સહમતી દર્શાવી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની પીએમ સના તકાઈચીને પોતાની “નાની બહેન” તરીકે સંબોધિત કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી હવે એક નવા યુગમાં પ્રવેશી રહી છે.

Japan and India relation News : હૈદરાબાદ હાઉસમાં મહત્ત્વની બેઠક અને સમજૂતી કરાર (MoC) પર હસ્તાક્ષર
દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ સના તકાઈચી વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સપ્લાય ચેન, રોકાણ અને નવી ઉભરતી ટેકનોલોજી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં બંને દેશોના પ્રતિનિધિઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટેના અનેક મહત્ત્વના ‘મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન’ (MoC) પર હસ્તાક્ષર કર્યા હતા.
Japan and India relation News : પીએમ મોદીનું સંબોધન: સના તકાઈચી જાપાનના પ્રથમ મહિલા પીએમ અને દુરંદેશી નેતા
બંને દેશોના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, “વડાપ્રધાન તકાઈચી, મારી નાની બહેન, બંને દેશોના પ્રતિનિધિઓ અને મીડિયાના મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે તેમની આ પ્રથમ ભારત મુલાકાતથી મને અત્યંત આનંદ થયો છે.” પીએમ મોદીએ ઉમેર્યું કે સના તકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે અને તેઓ એક દુરંદેશી નેતા છે. આ સાથે જ તેમણે જાપાનના ‘નારા’ પ્રાંતનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આ ક્ષેત્ર ભારત અને જાપાનના સહિયારા બૌદ્ધ વારસાનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે.
Japan and India relation News : પરસ્પર વિશ્વાસ એ સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત: ભારત-જાપાન ભાગીદારી ખરી ઉતરી
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં યોજાયેલી G7 શિખર સંમેલનની વાતને યાદ કરતા કહ્યું કે, વૈશ્વિક ઉથલપાથલના આ વર્તમાન દોરમાં પરસ્પર વિશ્વાસ જ આપણી સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે ભારત-જાપાનની ભાગીદારી આ કસોટી પર સંપૂર્ણપણે ખરી ઉતરી છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ઓટોમોબાઈલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર સુધી જાપાન દેશે ભારતના વિકાસમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને પીએમ તકાઈચીની આ યાત્રાથી બંને દેશોના સંબંધોમાં એક નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે.
Japan and India relation News : હિંદ-પ્રશાંત (ઇન્ડો-પેસિફિક) ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા
આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારત અને જાપાન બંને દેશોએ હિંદ-પ્રશાંત (ઇન્ડો-પેસિફિક) ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ-આધારિત વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને જાપાન વચ્ચેનો આ સંબંધ માત્ર આર્થિક ભાગીદારી પૂરતો સીમિત નથી, પરંતુ તે પરસ્પર વિશ્વાસ, લોકશાહી મૂલ્યો અને સમાન હિતોના મજબૂત પાયા પર ટકેલો છે. આગામી વર્ષોમાં આ મજબૂત ભાગીદારી બંને દેશોના વિકાસની સાથે આખા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સમૃદ્ધિમાં મહત્ત્વનો ભાગ ભજવશે.