Bridge Damaged અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વેના બ્રિજમાં ગાબડું, ટ્રક પલટી મારી ગઈ

Bridge Damaged અંકલેશ્વર નજીક દિલ્હી-મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વેના બ્રિજમાં ગાબડું, ટ્રક પલટી મારી ગઈ

Bridge Damaged ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરના બ્રિજમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ હાઈ-સ્પીડ એક્સપ્રેસ વે પર આવેલા બ્રિજ પર અચાનક મોટું ગાબડું પડી જતાં ટ્રક પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર દોડતા વાહનોની સુરક્ષા અને કરોડોના ખર્ચે બનેલા રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

Bridge Damaged રૂપિયા કરોડોના ખર્ચે બનેલા હાઈવેની નબળી ગુણવત્તા!

મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના અંકલેશ્વર નજીક આવેલા અડોલ અને પીલુદરા ગામની વચ્ચેથી પસાર થતા એક્સપ્રેસ હાઇવેના સેક્શન પર બની હતી. હાઈવે પરના બ્રિજ પર અચાનક ગાબડું પડી ગયું હતું. આ દરમિયાન ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહેલા ટ્રકચાલકને રસ્તા પરના આ અણધાર્યા ગાબડાનો અંદાજ આવ્યો ન હતો, જેના કારણે ટ્રકનું સંતુલન બગડ્યું હતું અને ટેમ્પો હાઈવે પર જ ધડાકાભેર પલટી મારી ગયો હતો.

Bridge Damaged અકસ્માતને પગલે આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. નોંધનીય છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે એ ભારતનો સૌથી આધુનિક હાઈવે ગણાય છે, ત્યારે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આટલા મોટા પ્રોજેક્ટમાં પણ નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *