ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને IPS કેડરમાં બઢતી, DCP રાજદીપસિંહ નકુમનું નામ પણ સામેલ

ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને IPS કેડરમાં બઢતી, DCP રાજદીપસિંહ નકુમનું નામ પણ સામેલ

ગુજરાત પોલીસ વિભાગના 6 અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ‘સિલેક્ટ લિસ્ટ-2025’ હેઠળ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને આ નિમણૂકોની જાહેરાત કરી છે. આ નિમણૂકોને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ અમલમાં મૂકવામાં આવી છે.

IPS કેડરમાં બઢતી મેળવનારા અધિકારીઓના નામ:

રાજદીપસિંહ એન. નકુમ

ભરતકુમાર બી. રાઠોડ

પ્રફુલ વી. વાણિયા

રાજેશકુમાર ટી. પરમાર

કલ્પેશકુમાર એમ. ચાવડા

રાકેશ ડી. દેસાઈ

ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, તમામ અધિકારીઓ એક વર્ષ માટે પ્રોબેશન પર રહેશે અને Indian Police Service (Probation) Rules, 1954 મુજબ ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરશે.

આ દરમિયાન સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં DCP રાજદીપસિંહ નકુમની હાજરી અંગે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ થોડા જ દિવસોમાં તેમને IPS કેડરમાં બઢતી મળતાં આ નિર્ણય અંગે જાહેર ચર્ચા શરૂ થઈ છે. જોકે, ઉપલબ્ધ માહિતી મુજબ હાઈકોર્ટ દ્વારા તેમની સામે કોઈ દોષિત ઠરાવતો અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી અને કેન્દ્ર સરકારે નિયમિત પસંદગી પ્રક્રિયા હેઠળ આ બઢતી જાહેર કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *