હોટલમાં સર્વિસ ચાર્જ ફરજિયાત નથી

હોટલમાં સર્વિસ ચાર્જ ફરજિયાત નથી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ)એ હોટેલ અને રેસ્ટોરાંમાં સર્વિસ ચાર્જ વસૂલવા માટે અયોગ્ય વેપારપ્રથા અને ગ્રાહકોના અધિકારોના ઉલ્લંઘનને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. માર્ગદર્શિકામાં એવી જોગવાઈ છે કે, હોટેલ અને રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં. સર્વિસ ચાર્જની વસૂલાત કોઈ અન્ય નામે પણ કરી શકાશે નહીં. કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ વસૂલવા જબરજસ્તી કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જણાવશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકની વિવેકબુદ્ધિ પર છે.

ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 1915 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકે છે.

જો કોઈ ઉપભોક્તાને લાગે કે હોટેલ અથવા રેસ્ટોરન્ટ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને સર્વિસ ચાર્જ વસૂલ કરી રહ્યા છે, તો ગ્રાહક બિલની રકમમાંથી સર્વિસ ચાર્જ કાઢવા માટે સંબંધિત હોટેલ અથવા રેસ્ટોરન્ટને વિનંતી કરી શકે છે. ઉપરાંત ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 1915 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકે છે. ઉપભોક્તા અન્યાયી વેપારપ્રથા વિરુદ્ધ ગ્રાહક કમિશનમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદનો નિવેડો ઝડપથી આવે એ માટે ઇ-દાખિલ પોર્ટલ www.e-daakhil.nic.in દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે. વધુમાં ગ્રાહક સીસીપીએ દ્વારા અને આગળની કાર્યવાહી માટે સંબંધિત જિલ્લાના કલેક્ટરને પણ ફરિયાદ સુપરત કરી શકે છે. અથવા ઇમેલ com-ccpa@nic.in દ્વારા ફરિયાદ સીસીપીએને મોકલી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *