
શિકાગોના ઈલિનોઈસના હાઈલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન ગોળીબારમાં છ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, આ ઘટનામાં 24 લોકો ઘાયલ થયા છે. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરેડ શરૂ થયાના 10 મિનિટ બાદ પરેડના રૂટ પર ઓપન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે આખું અમેરિકા 246માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે નજીકની બિલ્ડિંગમાંથી આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ઘટનામાં 24 લોકો ઘાયલ થયા
આ બાબતે માહિતી આપતાં સ્થાનિક પોલીસે ટ્વીટ કર્યું કે અમે સ્વતંત્રતા દિવસ પરેડ રૂટ પર ફાયરિંગમાં સ્થાનિક હાઈલેન્ડ પાર્ક પોલીસને મદદ કરી રહ્યા છીએ. કૃપા કરીને જ્યાં આ ઘટના બની તે સ્થળથી દૂર રહો અને સુરક્ષા એજન્સીઓને પરિસ્થિતિ સંભાળવા દો.
