રિપોર્ટ- કાર્તિક જાની
ગુજરાત સરકાર દ્વારા પોલીસની જાહેરાત કરવામાં આવી ગઈ છે.ત્યારે સમગ્ર ગુજરાતમાંથી નવ યુવાનો પોલીસમાં જોડાઇ દેશ સેવા કરવામાં ઉત્સુક યુવાનો ગ્રાઉન્ડ પર સખત મહેનત કરતા નજરે પડી રહ્યા છે.ઘણા શહેરમાં અને ગ્રામ્યમાં એક્સ આર્મીના જવાનો દ્વારા પણ યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે,ત્યારે ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા ગામમાં છેલ્લા 8 મહિનાથી એક્સ આર્મીના જવાનો દ્વારા યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને દર રવિવારે આ જવાનો દ્વારા વિધાર્થીઓની પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે
.પ્રેક્ટિકલ પરીક્ષા માટે વિધાર્થીઓને અલગ અલગ ગ્રાઉન્ડ પર લઈ જઈ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ દોલારાણા વાસણા ગામના વિધાર્થીઓની પ્રેક્ટિલ પરીક્ષા સે.15 કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી જે સમયે પ્રેક્ટિકલ પુરી થયા બાદ પ્રેક્ટિસમા સાથે આવેલી ટીમના સભ્યો પૈકીના ગાંધીનગર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પો.કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ હરિસિંહ રાઠોડને ગ્રાઉન્ડમાંથી એક સોનાની વીંટી મળી આવી હતી જેની કિંમત આશરે 25000 ની હતી પરંતુ ગ્રાઉન્ડમાં ઘણા માણસો પ્રેક્ટિસ માટે આવેલ હોય વીંટી કોની હશે તે શોધવુ મુશ્કેલ હતું પરંતુ દિગ્વિજય સિંહની નૈતિકતાને લાખ લાખ સલામ છે તેમને સૂઝ બુઝ નો ઉપયોગ કરી વીંટીના માલિકને શોધી કાઢી તેમને વીંટી પરત કરી એક નૈતિકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે. આવા ઈમાનદાર પોલીસ કર્મીઓને વંદન છે.

આજના સમયમાં જૂજ લોકોમાં જ ઈમાનદારી અને નૈતિકતા જોવા મળે છે.ત્યારે દો વાસણા નવ યુવાનોનો જુસ્સો અને ઈમાનદારી જોઈને ખરેખરે વંદન છે.આ ગામના ટ્રેનરો દ્વારા પણ પ્રેક્ટિકલ સાથે સાથે બાહ્ય જ્ઞાન અને જીવન જીવવાની કળા શીખવડવામાં આવે છે અને તેનું જ એક ઇત્તમ ઉદાહરણ દો. વાસણાના દિગ્વિજયસિંહ રાઠોડ છે..


