ગાંધીનગરના રૂપાલ ગામમાં દેશમાં સ્વચ્છતા અભિયાનમાં રાજસ્થાનના ડુંગરપુરને દેશમાં ૧૦મો ક્રમાંક અપાવનાર કે.કે.ગૃપ્તા સ્મોલ સ્ટેપ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાશે
ફાઉન્ડેશન દ્વારા રૂપાલ ગામમાં અંદાજે ત્રણ માસ સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાશે : આ સમય દરમ્યાન જનજાગૃતિ સહિત સ્વચ્છતા સંલગ્ન અનેક કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામને એક આર્દશ ગામ બનાવવાના ઉમદા આશયથી આગામી તા. ૦૯મી નવેમ્બર, ૨૦૨૧થી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવશે.આ સ્વચ્છતા અભિયાનના સુચારું આયોજન અર્થે આજરોજ જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ અને ગામમાં સ્વચ્છતા અભિયાનનું કામ કરનાર કે.કે.ગૃપ્તા સ્મોલ સ્ટેપ ફાઉન્ડેશનના સભ્યો સાથે એક બેઠક યોજાઇ હતી.
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામને ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાસંદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા સાસંદ આદર્શ ગામ યોજનામાં પાંચ ગામની પસંદગી કરવામાં આવી છે. જેમાં રૂપાલ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂપાલ ગામને આર્દશ અને દષ્ટાંતરૂપ ગામ બનાવવા માટે આગામી તા. ૦૯મી નવેમ્બર, ૨૦૨૧થી આ ગામમાં કે.કે.ગૃપ્તા સ્મોલ સ્ટેપ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાનનું કામ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાઉન્ડેશન દ્વારા રાજસ્થાનના ડુંગરપુરમાં સ્વચ્છતા પર કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડુંગરપુર રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા અભિયાનમાં સમગ્ર દેશમાં ૧૦મા ક્રમાંકે આવ્યું હતું
આ ફાઉન્ડેશન દ્વારા ગામમાં કચરાનું ડોર ટુ ડોર કલેકશન કરવાની સુવિધા, ગામમાં સ્વચ્છતા કરવાનું કાર્ય તેમજ ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃત્તિ લાવવા માટે વિવિધ લોકજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમજ ગામના વાસ- વાસ વચ્ચે સ્વચ્છતા અંગેની હરિફાઇનું પણ આયોજન કરવામાં આવશે. તેમજ ગામમાંથી એકઠા થયેલ કચરા પર પ્રોસીંગ કરીને ખાધ- પ્લાસ્ટિક અલગ અલગ કરવામાં આવશે. ગામને આર્દશ ગામ બનાવવાના સુચારું આયોજનમાં ગ્રામજનોનો સહકાર લેવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી દેવાંગી દેસાઇ, તાલુકા વિકાસ અધિકારી, ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

