ગુજરાતમાં 1થી 8 ધોરણ માટે ગુજરાતી ફરજિયાત

ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.

ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયકમાં સુધારો સર્વાનુમતે પસાર

રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. સુધારા પ્રમાણે ધોરણ-1 અને 2માં વિધેયક લાગુ રહેશે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે.

ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા-ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ તૈયાર કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત આપવાની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવવાના રહેશે. આ કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને દંડ ફટકારવાની અને આવી પ્રવૃતિના ત્રણ ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્યની બિન-સહાયિત શાળાઓને અપાયેલી માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇઓ આ કાયદામાં કરવામાં આવી છે, તેમ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *