રાજકોટ અમદાવાદ હાઈવે પર ફિલ્મી ઢબે 3.88 કરોડની થયેલી, 1400 કિલોની ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો

રાજકોટ અમદાવાદ હાઈવે પર 3.88 કરોડની ચાંદીની લૂંટના ગુનાનો ભેદ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઉકેલ્યો છે. 3 ગાડીમાં લૂંટ કરી ચાંદી લઈ ગયેલા કેટલાક આરોપીઓ ઝડાપાયા છે. અડધો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. 


તાજેતરમાં ફિલ્મી અંદાજમાં રાજકોટ-સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર 3.88 કરોડની ચાંદીની લૂંટ કરવામાં આવી હતી. ટ્રાફીકથી ભરેલા રોડ પર કરાયેલી દિલ ધડક મોટી લૂંટને લઈને પોલીસે તપાસ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 15 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં આ લૂંટનો ભેદ છે તે થોડા દિવસ બાદ ઉકેલાયો છે. જેમાં કેટલાક આરોપીઓની પકડી પડવામાં આવ્યા છે. 


લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થઈ ગયા 
પ્રાથમિક માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે ચાંદીનો જથ્થો અમદાવાદ સુધી રાજકોટથી ચાંદીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન લૂંટારૂઓ ચોરી કરી હતી. લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.લૂંટ ચલાવવા માટે 3 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 3 કારમાં લૂંટ કરવા આવેલા ગુનેગારો મધ્યપ્રદેશથી ઝડપાયા
કારને આંતરીને 3.88 કરોડની ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી. 3 કારમાં લૂંટ કરવા આવેલા ગુનેગારો મધ્યપ્રદેશથી ઝડપાયા છે. પોલીસ દ્વારા અડધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  હજુ કેટલાક ગુનેગારો ફરાર છે જેમની શોધખોળ ચાલું રાખવામાં આવી છે. લૂંચ કરાયેલા સામાનને ઘરમા ગુપ્ત રાહે ચોરખાનું બનાવીને રાખવામાં આવ્યો હતો. જ્યારે લૂંટ કરી ત્યારે ડ્રાઈવરને અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા.


સુરેન્દ્રનગર સાયલા લિંબડી હાઈવેની આ ઘટનામાં અન્ય મુદ્દામાલ પણ રીકવર કરી તમામ આરોપીઓ સુધીચ પહોંચવાનો પ્રયાસ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે આગામી સમયમા્ં વધુ સ્પષ્ટતા ક્રાઈમ બ્રાન્ચ તરફથી થઈ શકે છે. 

આ હતો સમગ્ર મામલો 

રાજકોટ અમદાવાદ હાઈવે પર રાજ્યમાં 1400 કિલો ચાંદીની લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો. પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કેકે 3 વાહનો ચાંદીના વાહનને રોકવા પહોંચ્યા હતા. કેટલાક લોકો તેમાંથી બહાર આવ્યા. તેમણે ચાંદીની કાર રોકી અને કહ્યું કે કારમાં દારૂ છે. એમ કહી ડ્રાઈવરને ડરાવ્યો હતો. તપાસના બહાને આ લૂંટ ચલાવવામાં આવી હતી. ગુજરાતમાં રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લામાં 1400 કિલો ચાંદીની જ્વેલરી લૂંટવાની એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી. રાજકોટ-અમદાવાદ હાઇવે પર, વાન સાયલા શહેર નજીક અટકી ગઈ હતી અને આ ઘટના હાથ ધરાઈ હતી. આ ઘટના પછી, પોલીસ વિભાગ પણ દોડતું થયું છે. લૂંટારૂઓની ધરપકડ કરવા પોલીસે 15 ટીમોની રચના કરી છે. લૂંટાયેલી ચાંદીમાં ઝવેરાત હતા. જેની કિંમત 3.88 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *