
ભરણપોષણની રકમ ન ચૂકવતા આરોપીને 180 દિવસની જેલ
ભરણપોષણ (મેન્ટેનન્સ) ચૂકવવા અંગે ભુજ family court ના આદેશનું પાલન ન કરનાર આરોપીને અદાલતે 180 દિવસની સાદી કેદની સજા ફટકારતાં રાપર પોલીસે સજા વોરંટના આધારે તેની ધરપકડ કરીને પાલારા-ભુજ જેલમાં મોકલી આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, ભુજ ફેમિલી કોર્ટના ન્યાયાધીશે રાપરના સમાવાસ ગામના રહેવાસી હનીફ કારૂ સોઢાને 12 મહિનાના ભરણપોષણ પેટે કુલ ₹60,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે, અદાલતના આદેશ છતાં આરોપીએ ભરણપોષણની રકમ જમા કરાવી ન હતી.
આથી અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી તેની સામે 180 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી અને સજા વોરંટ જારી કર્યો હતો. વોરંટના આધારે રાપર પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાલારા-ભુજ જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
