Commonwealth Games 2026 મીરાબાઈ ચાનુએ અપાવ્યો ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2026નો પ્રથમ ગોલ્ડ, રેકોર્ડ સાથે રચ્યો ઇતિહાસ

Commonwealth Games 2026 મીરાબાઈ ચાનુએ અપાવ્યો ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2026નો પ્રથમ ગોલ્ડ, રેકોર્ડ સાથે રચ્યો ઇતિહાસ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ મહિલાઓની 48 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

મીરાબાઈ ચાનુએ કુલ 190 કિલોગ્રામ વજન ઉઠાવ્યું, જેમાં 85 કિલોગ્રામ સ્નેચ અને 105 કિલોગ્રામ ક્લીન એન્ડ જર્કનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો અને ભારતને ટૂર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ અપાવ્યો.

Commonwealth Games 2026 ચાનુના આ શાનદાર પ્રદર્શન બાદ ભારતના કુલ મેડલની સંખ્યા હવે 3 થઈ ગઈ છે. ભારતના ખાતામાં હાલમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ છે.

Commonwealth Games 2026 આ પહેલા રવિવારે ઋષિકાંત સિંહે પુરુષોની 60 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં કુલ 264 કિલોગ્રામ (121+143) વજન ઉઠાવી સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ઝંડુ કુમારે પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું મેડલ ખાતું ખોલાવ્યું હતું.

Commonwealth Games 2026 મીરાબાઈ ચાનુની આ ઐતિહાસિક જીતથી ભારતીય ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. હવે આગામી સ્પર્ધાઓમાં પણ ભારતને વધુ મેડલ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *