Kutch કચ્છમાં ભારે વરસાદની આગાહી: નદી, દરિયા, ચેકડેમ અને કોઝ-વે પર જવા પ્રતિબંધ, જિલ્લા વહીવટીતંત્રનું જાહેરનામું

Kutch કચ્છમાં ભારે વરસાદની આગાહી: નદી, દરિયા, ચેકડેમ અને કોઝ-વે પર જવા પ્રતિબંધ, જિલ્લા વહીવટીતંત્રનું જાહેરનામું

Kutch આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. હવામાન વિભાગની આગાહીના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023’ની કલમ-163 હેઠળ સમગ્ર જિલ્લામાં ભયજનક જળસ્થળો પર પ્રતિબંધાત્મક હુકમ જાહેર કર્યો છે.

આ પણ જુવો : કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કલેક્ટરનું એલર્ટ: ડેમ, નદી-નાળાથી દૂર રહેવા અપીલ

Kutch જાહેરનામા મુજબ કચ્છ જિલ્લામાં આવેલી તમામ નદીઓ, નાળાં, નહેરો, ચેકડેમ, તેના નીચાણવાળા વિસ્તારો, કોઝ-વે તેમજ નાના-મોટા ધોધ જેવા ભારે વહેણ ધરાવતા સ્થળોએ કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીને ન્હાવા જવું, કપડાં ધોવા, માછલી પકડવી અથવા આવા કાર્યોમાં મદદગારી કરવી સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

Kutch વહીવટીતંત્રે દરિયામાં ઊંચા મોજાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાના પાણીમાં પ્રવેશ ન કરવા તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઊભા ન રહેવા પણ સૂચના આપી છે. ઉપરાંત, કોઝ-વે ઉપર પાણી વહેતું હોય ત્યારે પગપાળા કે વાહન સાથે પસાર થવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભયજનક સ્થળોએ મોબાઇલ અથવા કેમેરાથી ફોટા કે સેલ્ફી લેવાનું પણ મનાઈ કરવામાં આવી છે.

Kutch આ હુકમ કાયદો-વ્યવસ્થા અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે ‘ભારતીય ન્યાય સંહિતા-2023’ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને ગુનો નોંધવાની સત્તા આપવામાં આવી છે.

Kutch આ પ્રતિબંધાત્મક જાહેરનામું 5 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને ચોમાસા દરમિયાન જોખમી સ્થળોથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરીને સહકાર આપવા અપીલ કરી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *