BREAKING: પહેલીવાર સરકાર ઝૂકી! Gen Zના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનનું રાજીનામું લીધું

BREAKING: પહેલીવાર સરકાર ઝૂકી! Gen Zના આક્રોશ સામે મોદી સરકારે પ્રધાનનું રાજીનામું લીધું

36 દિવસના આંદોલન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું

નવી દિલ્હી: NEET પેપર લીક મુદ્દે દેશભરમાં ઉઠેલા ભારે વિરોધ અને Gen Zના આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારને મોટો રાજકીય નિર્ણય લેવો પડ્યો છે. કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

જંતર-મંતર ખાતે છેલ્લા 36 દિવસથી વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા સતત ધરણા-પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આંદોલનકારીઓનું મુખ્ય કહેવું હતું કે NEET પેપર લીક મામલે જવાબદારી નક્કી થવી જોઈએ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

આંદોલનને દેશભરના વિદ્યાર્થીઓ, યુવાનો અને સોશિયલ મીડિયા પર Gen Z તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું. સતત વધતા દબાણ વચ્ચે અંતે સરકારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

વિપક્ષે આ નિર્ણયને વિદ્યાર્થીઓના સંઘર્ષની જીત ગણાવ્યો છે, જ્યારે સરકાર તરફથી હજુ સુધી નવા શિક્ષણ મંત્રીની નિમણૂક અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *