BREAKING : બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને રાજીનામું આપ્યું, કાર્યકાળ પૂર્ણ થવાના બે વર્ષ પહેલાં લીધો નિર્ણય

BREAKING : બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એપ્રિલ 2023માં દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા શહાબુદ્દીનનો કાર્યકાળ પૂર્ણ થવામાં હજુ અંદાજે બે વર્ષનો સમય બાકી હતો, છતાં તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે.

BREAKING : અહેવાલો અનુસાર, તેમણે સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામા બાદ બંધારણીય પ્રક્રિયા મુજબ નવા રાષ્ટ્રપતિની પસંદગી ન થાય ત્યાં સુધી કાર્યકારી વ્યવસ્થા અમલમાં રહેશે.

BREAKING : બાંગ્લાદેશમાં તાજેતરના રાજકીય પરિવર્તનો બાદ પણ શહાબુદ્દીન દેશના એકમાત્ર ટોચના બંધારણીય અધિકારી હતા, જે પોતાના પદ પર યથાવત રહ્યા હતા. હવે તેમના રાજીનામા બાદ દેશના રાજકીય માહોલમાં વધુ એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે.

BREAKING : હાલ બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ની સરકાર સત્તામાં છે અને તારીક રહેમાન વડાપ્રધાન તરીકે દેશની કમાન સંભાળી રહ્યા છે. નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે હવે બંધારણીય પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે.

રાજીનામા અંગેની વધુ વિગતો અને નવા રાષ્ટ્રપતિની પસંદગી અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

BREAKING: બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને રાજીનામું આપ્યું, કાર્યકાળ પૂર્ણ થવાના બે વર્ષ પહેલાં લીધો નિર્ણય

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *