UNSC સુધારા મુદ્દે PM મોદીનો સ્પષ્ટ સંદેશ: “હવે વધુ વિલંબ કરી શકાય નહીં”

UNSC સુધારા મુદ્દે PM મોદીનો સ્પષ્ટ સંદેશ: “હવે વધુ વિલંબ કરી શકાય નહીં”

UNSC ભારતની યજમાનીમાં યોજાઈ રહેલા બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક શાસન વ્યવસ્થામાં મોટા સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓને સંબોધિત કરતાં PM મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાને હવે વધુ સમય સુધી ટાળી શકાય નહીં એવો સ્પષ્ટ સંદેશ આપ્યો.

UNSC વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગ્લોબલ સાઉથ વૈશ્વિક સંગઠનોમાં આગળની હરોળમાં છે, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં હજુ પાછળ છે. તેમણે વૈશ્વિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ, જવાબદારી અને નિયમો બનાવવાની પ્રક્રિયામાં પરિવર્તનની જરૂરિયાત દર્શાવી.

UNSC ‘બ્રિક્સ સુધારણા રોડમેપ’નો પ્રસ્તાવ

PM મોદીએ પ્રસ્તાવ મૂક્યો કે બ્રિક્સ દેશોએ સાથે મળીને વૈશ્વિક શાસનમાં સુધારા માટે 10 પ્રસ્તાવ તૈયાર કરવા જોઈએ અને આગામી શિખર સંમેલન સુધી તેને ‘બ્રિક્સ સુધારણા રોડમેપ’નું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવો જોઈએ.

તેમણે જણાવ્યું કે UNSC સુધારાની પ્રક્રિયાને નિશ્ચિત સમયમર્યાદા અને સ્પષ્ટ પરિણામો સાથે જોડવાની જરૂર છે. સાથે જ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં વોટિંગ પાવર, નેતૃત્વના હોદ્દા અને નીતિગત પ્રાથમિકતાઓ આજની આર્થિક વાસ્તવિકતાઓને અનુરૂપ હોવા જોઈએ.

UNSC ‘વિશેષાધિકારના પિરામિડ’ને ‘ભાગીદારીના મંચ’માં બદલવાની હાકલ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વ વ્યવસ્થામાં દરેક દેશનો અવાજ સાંભળવામાં આવે અને દરેક સભ્યને નિર્ણય પ્રક્રિયામાં યોગ્ય ભાગીદારી મળે તે જરૂરી છે.

તેમણે વૈશ્વિક વ્યવસ્થાને ‘વિશેષાધિકારના પિરામિડ’માંથી ‘ભાગીદારીના મંચ’માં બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

UNSC બ્રિક્સ સમિટમાં પ્રતિનિધિઓનું ઔપચારિક સ્વાગત

ભારત મંડપમ ખાતે બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે બ્રિક્સ સમિટ માટે ભારતના વિવિધ શહેરોમાં 350થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે બ્રિક્સ સમિટના આયોજનમાં સહયોગ આપવા બદલ તમામ સભ્ય દેશોનો આભાર અને પ્રતિનિધિઓનું ભારત તરફથી ઉષ્માભર્યું સ્વાગત છે.

UNSC એકતરફી યુદ્ધ વિરુદ્ધ સંમતિ

દિલ્હીમાં યોજાઈ રહેલી સમિટ દરમિયાન સભ્ય દેશો વચ્ચે સંયુક્ત ઘોષણાપત્રના એજન્ડાને લઈને સંમતિ બનવાની વાત પણ સામે આવી છે. તેમાં એકતરફી યુદ્ધના વિરોધ સહિતના મુદ્દાઓ પર સભ્ય દેશો વચ્ચે સહમતી બનાવવાનો પ્રયાસ થયો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *