Bank Strike Today : દેશભરમાં આજથી બેંકોની હડતાળ: સતત 3 દિવસ બેંકિંગ સેવા બંધ રહેશે

Bank Strike Today : દેશભરમાં આજથી બેંકોની હડતાળ: સતત 3 દિવસ બેંકિંગ સેવા બંધ રહેશે

Bank Strike Today : SBI, PNB, યુનિયન બેંક સહિત જાહેર ક્ષેત્રની બેંકો તેમજ કેટલીક ખાનગી બેંકોના કર્મચારીઓ દ્વારા આજે દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ‘યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ’ દ્વારા પાંચ દિવસના કાર્ય સપ્તાહની માંગ સહિત વિવિધ મુદ્દાઓને લઈને આ હડતાળનું આયોજન કરાયું છે.

Bank Strike Today : આજે હડતાળ બાદ 12 સપ્ટેમ્બરે બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. જેના કારણે ગ્રાહકોને બેંકિંગ વ્યવહારો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Bank Strike Today : બેંક યુનિયનો દ્વારા માંગણીઓ અંગે સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો 26 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *