
ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગરની ગેસ બિઝનેસ ડેવલોપમેન્ટ એડવાઇઝરી કમીટીના હોદેદારોની વરણી કરાઈ
રિપોર્ટ :- બીના પટેલ
ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગરની તારીખ ૨૮.૦૫.૨૦૨૨ ના રોજ મળેલ બેઠકમાં ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ જે.પટેલની અધ્યક્ષતામાં ચરોતર ગેસના ગેસ બિઝનેસ ડેવલોપમેન્ટ એડવાઇઝરી કમીટીના હોદેદારોની વરણી કરવામાં આવી હતી . આ કમીટીના હોદેદારો ના સલાહ- સૂચન અને માર્ગદર્શન સંસ્થાના વિકાસમાં ખૂબ જ ઉપયોગી નિવડશે તેવા હેતુથી આ કમીટીની રચના કરવામાં આવી છે . આ કમીટીમાં નીચે મુજબના મેમ્બરોની હોદેદારો તરીકે વરણી કરવામાં આવી છે.

વરણી કરાયેલા કમીટી મેમ્બર :
૧. શ્રી સુરેશભાઇ પી . પટેલ- ચેરમેન ( બોર્ડ ઓફ ડિરેક્ટર ચરોતર ગેસ )
૨. શ્રી હેમલ પટેલ- સેક્રેટરી ( વેસ્ટર્ન એન્જીનીયરીંગ , વિ.યુ.નગર )
૩. શ્રી નિતિનભાઇ શાહ- મેમ્બર ( રવિ કિરણ સિરામીકસ , કણજરી )
૪. શ્રી કિરણ જી . પટેલ – મેમ્બર ( સામાજીક કાર્યકર , આણંદ )
૫. શ્રી ભાવેશભાઇ પટેલ -મેમ્બર (લક્ષ્મી પ્રોટીન,વાસદ )
૬. શ્રી કુશ ભટ્ટ – મેમ્બર ( વીર ગેસ સ્ટેશન , ભાલેજ )
૭. શ્રી હિતેશભાઇ પ્રાગજીભાઇ પટેલ- મેમ્બર ( શ્રોફ , આણંદ )
